Wednesday, February 12, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક આઇસર અને બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, એકનું...

    વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક આઇસર અને બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, એકનું મોત…

    વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક એક પ્લેટીના બાઈક અને આઇસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મોરબી તરફથી પુર ઝડપે આવતા આઇસર ટ્રક ચાલકે ત્યાંથી પસાર થતા ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક આધેડનું મોત થયું હતું, જ્યારે પાછળ બેઠેલા વૃદ્ધને પણ ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે મોરબી તરફથી આવતા એક આઇસર ટ્રક નં. GJ 12 BX 3455 ના ચાલકે ત્યાંથી પસાર થતા એક ડબલ સવારી બજાજ પ્લેટીના બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક લાલજીભાઈ મોહનભાઈ મકવાણા (રહે. વીરપર) નામના આધેડના શરીર પર આઇસરનું વ્હીલ ફરી વળતાં તેમનું મોત થયું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલ રામજીભાઈ અરજણભાઈ મકવાણા નામના વૃદ્ધને આ અકસ્માતમાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે…

    અકસ્માતના બનાવ અનુસંધાને મૃતક આધેડના પુત્ર દિપક લાલજીભાઈ મકવાણાએ આઇસર ટ્રક ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના બાદ સ્થળ પરથી નાસી ગયેલ ટ્રક ચાલક સામે આઇપીસી કલમ 279, 304A, 337, 338 તથા મોટર વાહન અધિનિયમ કલમ 184, 177 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!