વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં ખડીપરા જવાનો રસ્તે જુગારનો દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે નવાપરામાં ખડીપરા જવાના રસ્તે ચોકમાં દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૧). સલીમભાઈ નુરશા શેખ, ૨). અશરફભાઈ કરીમભાઈ રફાઈ અને ૩) ઈકબાલભાઈ ઇસ્માઈલભાઈ શેખને રોકડ રકમ રૂ. 11,670 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….