વાંકાનેર શહેરના શક્તિપરા વિસ્તારમાં રેલ્વે સ્ટેશન પાસે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓને રોકડ રકમ સહિત કુલ રૂ. 10,900 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન કો. ધર્મરાજભાઈ કિડીયાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેરના શક્તિપરા વિસ્તારમાં રેલ્વે સ્ટેશન પાસે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). જીતેન્દ્ર જમલભાઈ ભુભરીયા, ૨). રમજાનભાઈ ઇબ્રાહમભાઈ ચાવડા, ૩). વાઘજીભાઈ લાખાભાઈ મકવાણા અને ૪). લક્ષ્મણભાઈ દાનાભાઈ નાગવાડીયાને રોકડ રકમ રૂ. 10900ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઈ એચ. વી. ઘેલા, વિરેન્દ્રસિંહ ઝાલા, હરદિપસિંહ ઝાલા, જનકભાઈ ચાવડા, તાજુદ્દીન શેરસિયા, ધર્મરાજભાઈ ગઢવી, ભરતભાઈ દલસાણીયા, અજયભાઈ અલગોતર સહિતના જોડાયા હતા…