વાંકાનેર શહેર નજીક આવેલા મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમા ખાનકાહ-એ-ઇન્તેખાબ આલમ બાવા દરગાહ ખાતે આગામી સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધ્વજવંદન કાર્યક્રમ, ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે….
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે 15 ઓગસ્ટ , ગુરૂવારે દરગાહ કમ્પાઉન્ડમાં સવારે 8:30 વાગ્યે હઝરત પીર સૈયદ મોહમ્મદ ફાઝીલશાહ બાવા અને ઇરફાન પીરઝાદા ના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે, જે બાદ સવારે 9 થી બપોરે 1 સુધી બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હ્દય રોગ નિષ્ણાત ડો. ધર્મેશ ભાલોડીયા (સત્યમ્ હોસ્પિટલ), હાડકાંના નિષ્ણાત ડો. યોગેશ વઘાસીયા (સત્યમ્ હોસ્પિટલ), બાળરોગ નિષ્ણાત ડો. કરણ સરડવા (સત્યમ્ હોસ્પિટલ), સ્ત્રી રોગ નિષ્ણાત ડો. રિઝવાના ગઢીયા (માં હોસ્પિટલ) તથા ડો. રોઝમીન શેરસીયા (ગેલેક્સી હોસ્પિટલ) સેવા આપશે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS