વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા રાતાવીરડા ગામની સીમમાંથી એક જ બુટલેગર પાસેથી ખરીદેલી વિદેશી દારૂની બે બોટલ સાથે બે અલગ અલગ દરોડામાં બે આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલીંગ દરમિયાન રાતાવિરડા ગામની સીમમાં રે સિરામિક નજીકથી આરોપી જયદેવ ભરતભાઇ સરવાડિયા અને ફિરોન્જા સિરામીક પાસેથી આરોપી જયંતીભાઈ હીરાભાઈ અબસણીયા નામના બે શખ્સોને વિદેશી દારૂની એક-એક બોટલ ઝડપી લીધા હતા….
આ બનાવમાં ઝડપાયેલ બન્ને આરોપીઓએ વિદેશી દારૂની બોટલ આરોપી જીતેશ ઉર્ફે જીતો ચોથાભાઈ ભવાણીયા પાસેથી ખરીદી હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી, દારૂની બોટલ વેચનાર આરોપી જીતેશને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65