વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામ ખાતે રહેતા એક પરિણીત મહિલાએ તેના પતિ પાસે ઘર ખર્ચ માટે પૈસા માંગતા આરોપી પતિ વિફર્યો હતો અને ફરિયાદીને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે કંટાળેલી પત્નીએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાકાનેર તાલુકાના પંચાસિયા ગામ ખાતે રહેતા ફરિયાદી મનિષાબેન દિલીપભાઈ ચૌહાણએ વાંકાનેર તાલુકા પોલીસમાં તેના પતિ આરોપી દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ તેના પતિ પાસે ઘર ખર્ચ માટે પૈસા માંગતા આ બાબતનું સારું નહીં લાગતા તેના પતિએ ફરિયાદીને લાકડી વડે હાથ પગ તથા કમરના ભાગે માર મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આ મામલે પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1