વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના વતની યુવાનનું વતનમાં મકાન પડી ગયું હોય, જેથી નવું મકાન બનાવવાની ચિંતામાં આર્થિક સંકડામણથી કંટાળી યુવાને વાડીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની સીમમાં યાસીનભાઈ હુસેનભાઈ ભોરણીયાની વાડીએ રહી ખેત મજૂરી કરતા રૂપસિંગ કિરુભાઈ ભુરિયા (ઉ.વ. 34) નામના ખેત શ્રમિક યુવાનનું મધ્યપ્રદેશના ભીકનનાથ તાલુકાના ચૌડી મુહલે અજનગથની બાજુમાં આવેલ મકાન ચોમાસા દરમિયાન પડી ગયું હોય, જેથી નવું મકાન બનાવવા માટે રૂપિયા ન હોય આર્થિક સંકડામણથી કંટાળી યુવાને વાડીએ કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm