બાઇક સ્ટંટ બાઝો પર પોલીસનો સકંજો, બાઇક ચાલક યુવાનની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું…
વાંકાનેર તાલુકાના પંચાસીયા રોડ પર રાતીદેવરી ગામ નજીક આવેલ આહોઇ નદીના પુલ પર એક યુવાન દ્વારા બાઇક પર જોખમી સ્ટંટ કરી પોતાની અને બીજાની જીંદગીને જોખમમાં મુકતો એક વિડિયો બનાવી ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કરતા પોલીસે આ યુવાનની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું હતું….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયા રોડ પર રાતીદેવલી ગામ નજીક આહોઇ નદીના પુલ પર પુર ઝડપે બાઇક ચલાવી, સર્પાકાર કાવા મારી, ઉભા ઉભા બાઇક ચલાવી જોખમી બાઇક સ્ટંટ કરી પોતાની અને અન્યોની જીંદગી જોખમમાં મૂકતાં એક યુવાનનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થતાં મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની ટ્રાફિક શાખા દ્વારા તપાસ ચલાવી જોખમી બાઇક સ્ટંટ કરનાર બાઇક નં. GJ 03 HC 8736 ના ચાલક સાગરકુમાર અશોકભાઈ વરાણીયા (ઉ.વ. ૨૧, રહે. નવાગામ, મોરબી) ની અટકાયત કરી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc