સગાઇ થયા બાદ યુવતી સાથે પ્રેમ સંબંધની જાણ કરતાં યુવાનના પિતા સહિત ચારનો યુવાન પર હુમલો….
વાંકાનેર તાલુકાના ભેરડા ગામના યુવાનને લાકડધાર ગામની યુવતી સાથે પ્રેમ સંબધ હોય અને યુવતીની બીજે સગાઈ થઈ જતાં ભડકેલા પ્રેમીએ બંનેનાં પ્રેમ સંબંધની જાણ સામે પક્ષને કરતા યુવતીને જેની સાથે સગાઇ થઇ હોય તે યુવાનના પિતા સહિત ચાર શખ્સોએ પ્રેમી યુવાન પર હુમલો કરી માર મારતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભેરડા ગામ ખાતે રહેતા ફરિયાદી કિશન જાદુભાઈ સાબરીયા (ઉ.વ. 22)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). પરબત ભોપા ધરજીયા, ૨). સંજય રસાભાઈ ધરજીયા, ૩). સવા ભોપા ધરજીયા અને ૪). રામજી ટપુ ધરજીયા સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી યુવાનને લાકડધાર ગામે રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને આ યુવાતીની સગાઇ આરોપી પરબત ભોપાના પુત્ર અજય સાથે થતાં યુવાને તેના પ્રેમ સંબંધની જાણ આરોપી તથા તેના પુત્રને કરી હોય,
જેથી આ બાબતનો ખાર રાખી ચારેય આરોપીઓએ ફરિયાદી યુવાન પર દેરાળા ગામના રામજી મંદિર પાસે હુમલો કરી લાકડી વડે માર માર્યો હતો. જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc