વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય વિદ્યાભારતીના આચાર્ય બહેનો તથા 226 વિદ્યાર્થીનીઓ દ્વારા પુર્વ સાંસદ સભ્ય અને સંસ્થાના પ્રમુખ સ્વ. લલિતભાઈ મહેતાના સ્મરણાર્થે સ્મૃતિ બાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં 87 જેટલા છાયા આપનાર વૃક્ષોનો ઉછેર કરવાનો સંકલ્પ સાથે વિદ્યાર્થીનીઓ દ્વારા ઘરેથી માટી કુંડા, વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવેલ કુંડા, ચકલીના માળા સાથે કુદરતી ખાતર તેમજ વિવિધ ઔષધીય વનસ્પતિ અને શાકભાજીના રોપાઓ વાવવામાં આવ્યા હતા. જે સ્મૃતિ બાગને આજરોજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો…
વાંકાનેર વિસ્તારના શિક્ષણ અને સમાજ માટે સ્વ. લલિતભાઈ મહેતા સાહેબના યોગદાનને યાદ કરી આજરોજ તેમના નિધનની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શાંતિ પાઠ કરી શાળાના વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓ તેમજ આચાર્યો દ્વારા લલિતભાઈ મહેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc