ધી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ- ૨૬૯ હેઠળ મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા વાંકાનેર વિસ્તારમાં જનહિતના કામો કરાવવામાં આવે તેવી નગરપાલિકાના કોંગ્રેસના સદસ્યો દ્વારા માંગ કરાઇ…
છેલ્લા ઘણા સમયથી વાંકાનેર નગરપાલિકાની બિનકાર્યક્ષમતાના કારણે વાંકાનેર શહેરના નાગરિકોનનાં આરોગ્ય અને સુરક્ષિતતા પર ગંભીર ખતરો ઉભો થતો હોઈ, જેથી આ મામલે વાંકાનેર નગરપાલિકામાં કોંગ્રેસના સદસ્યો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરશ્રીને ધી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ- ૨૬૯ હેઠળ કાર્યવાહી કરવા માંગણી સાથે આજરોજ રજૂઆત કરવામાં આવી છે….
વાંકાનેર શહેરના રસ્તાઓની ખખડધજ હાલતો, ભૂગર્ભ ગટરના બ્લોકેજ તથા તુટેલા ઢાંકણાઓ, સતત ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા, બંધ પડેલ પાણીના ફિલ્ટર પ્લાન્ટથી શહેરીજનોને અપાતું ગંદુ અને દુર્ગંધયુક્ત પિવાનું પાણી, ગુલાનનગર અને આશિયાના સોસાયટીના રહીશોની પાણી સમસ્યા, ફાયર સેફ્ટીનો અભાવ સહિત અનેક સમસ્યાઓથી વાંકાનેર શહેરના નાગરિકોને ત્રાહિમામ પોકારી ઊઠયા હોય છે…
વાંકાનેર નગરપાલિકાની બિનકાર્યક્ષમતાના કારણે ઊભા થયેલા દરેક પ્રશ્નો લોકોના આરોગ્ય અને સુરક્ષિતતા પર ગંભીર ખતરો ઉભો કરે છે, ત્યારે આ મામલે વિપક્ષના સદસ્યો દ્વારા અવારનવાર નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પાલિકા તરફથી કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેથી ધી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ- ૨૬૯ હેઠળ જિલ્લા કલેક્ટરને તાકીદના પ્રસંગે અમર્યાદિત સત્તા પ્રાપ્ત છે. તેઓ લોકોના આરોગ્ય અને સુરક્ષિતતા પર ખાતરો હોય ત્યારે પોતાની અમર્યાદિત સત્તાનો ઉપયોગ કરીને નગરપાલિકા વિસ્તારમાં કામ કરવી શકે છે. માટે વાંકાનેર નગરપાલિકાના કોંગ્રેસના સદસ્યો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરીને ધી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ- ૨૬૯ હેઠળ તેમને પ્રાપ્ત અમર્યાદિત સત્તાનો ઉપયોગ કરીને વાંકાનેર શહેરમાં કામગીરી કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA