અમદાવાદની સરખેજ પોલીસ દ્વારા વેપારીની હત્યા કરવાના પ્રયાસ મામલે વઢવાણના તાંત્રિક નવલસિંહ ચાવડાની ધરપકડ કરવામાં આવી હોય, જે બાદ આરોપીએ 12-12 હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો, જેમાં સીરીયલ કિલરે રાજકોટની યુવતીની હત્યા કરી મૃતદેહ કટકા કરી વાંકાનેર નજીક દાટી દીધાનો ખુલાસો કર્યા બાદ પોલીસે મૃતદેહના અવશેષો એકત્ર કરી ચાર સામે ગુનો નોંધ્યો હોય, જે મામલે પોલીસે તાંત્રિકની પત્ની અને ભાણેજની ધરપકડ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના બહુચર્ચિત નગમા હત્યા પ્રકરણમાં મહિલાની વઢવાણ ખાતે હત્યા કરી, લાશના ટુકડા કરી બાદમાં લાશને વાંકાનેર નજીક વિશીપરા ફાટક ખાડામાં દાટી દીધી હોય જે મામલે વાંકાનેર સીટી પોલીસમાં મૃતક નવલસિંહ મુળજીભાઈ ચાવડા, સોનલબેન નવલસિંહ ચાવડા, જીગર ભનુભાઈ ગોહિલ અને શક્તિરાજ ભરતભાઈ માનસિંગભાઈ ચાવડા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હોય, જે મામલે આજરોજ વાંકાનેર સીટી પોલીસે આ બનાવમાં મહિલાની હત્યા કરવામાં મદદ કરનાર તાંત્રિક નવલસિંહ ચાવડાની પત્ની સોનલબેન નવલસિંહ ચાવડા (રહે. વઢવાણ) અને તાંત્રિકનો ભાણેજ શક્તિરાજ ઉર્ફે કાનો ભરતભાઈ ચાવડા (રહે. ધમલપર, તા. વાંકાનેર)ની ધરપકડ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47