ટંકારા તાલુકાના કામના નેકનામ ગામની સીમમાંથી ગઇકાલે બે બાળકોના અપહરણ થયાની ફરિયાદના આધારે મોરબી એલસીબી, ટંકારા તથા વાંકાનેર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોય, જે બનાવમાં પોલીસ દ્વારા વાંકાનેર શહેરના પુલ દરવાજા નજીકથી બાળકોના અપહરણ કરનાર એક મહિલાના કબ્જામાંથી બે બાળકોને હેમખેમ શોધી કાઢવામાં આવ્યા છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે સવારના આશરે સાડા દસ વાગ્યાની આસપાસ ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં કાંતીભાઇ પટેલની વાડી ખાતેથી ફરિયાદી કેશરભાઇ જેઠાભાઇ બારીઆ (ઉ.વ. ૨૩)ના સગીર વયના ત્રણ વર્ષિય બાળક હાર્દિક તથા દોઢ વર્ષિય વૈભવને વાડીની ઓરડી પાસેથી કોઇ અજાણ્યા ઇસમ દ્વારા બન્ને બાળકોનું અપહરણ કરી લઇ ગયા હોય, જે બાદ આ મામલે વાંકાનેર પોલીસ, મોરબી એલ.સી.બી તથા ટંકારા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરી,
સી.સી.ટી.વી ફૂટેજ તથા હ્યુમન સોર્સીસના તથા ટેકનીકલ માહિતી મેળવી નેકનામ, મીતાણા, વાલાસણ તથા વાંકાનેર શહેર વિસ્તારમાં વાહન ચેકીંગ હાથ ધરી આજરોજ સવારે વાંકાનેર શહેરના પુલ દરવાજા પાસેથી અપહરણ થનાર બંન્ને માસુમ બાળકોને હેમખેમ અપહરણ કરનાર મહિલા આરોપી સાથે શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47