વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા એક પરપ્રાંતિય શ્રમિક યુવાનને કામ કરતા ઇલેક્ટ્રિક મોટરમાંથી શોક લાગતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ મલ્ટીસ્ટોન સિરામિક ફેકટરીના પ્રેસ વિભાગમાં પ્લેટફોર્મ ઉપર કામ કરતી વેળા ઇલેક્ટ્રિક મોટરમાંથી વિજ શોક લાગતા રાજેન્દ્રકુમાર હરિરામ યાદવ (ઉ.વ. 37, રહે. મુળ આઝમગઢ, ઉતરપ્રદેશ) નામના યુવાનનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….