Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના માર્કેટ ચોક ખાતે લચ્છીની લારી સામે ગાડી ઉભી રાખતા સારૂં નહીં...

    વાંકાનેરના માર્કેટ ચોક ખાતે લચ્છીની લારી સામે ગાડી ઉભી રાખતા સારૂં નહીં લાગતાં દાદાગીરી સાથે ચાર શખ્સો યુવાન પર તુટી પડ્યા….

    ચોકમાં લચ્છીની લારી સામે ગાડી ઉભી રાખતા ઉશ્કેરાયેલા આરોપીઓનો યુવાન પર હુમલો….

    વાંકાનેર શહેરના માર્કેટ ચોક ખાતે મહેમાનને તેડવા માટે ગાડી લઈને ઉભેલા એક યુવાન પર ત્યાં લચ્છીની લારી લઇને ઉભેલા શખ્સોએ દાદાગીરી સાથે ઝઘડો કરી ‘ મારી લચ્છીની લારી આડે કાર કેમ રાખી ? ‘ કહી ચાર શખ્સોએ યુવાન પર હુમલો કરી ગાડીના કાચ તોડી માર મારતા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જાવેદભાઇ ઇસ્માઇલભાઈ આંબલીયા (ઉ.વ. ૨૫, રહે. આરોગ્યનગર, વાંકાનેર)એ આરોપી દિલીપ ભરવાડ તથા તેનો ઓળખીતો ઇકો ગાડી વારો અને અન્ય બે અજાણ્યા શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી ગઇકાલે તેના શેઠની અર્ટીગા ગાડી લઈને માર્કેટ ચોક ખાતે મહેમાનોને તેડવા ગયા હોય ત્યારે ચોકમાં સાઈડમાં ગાડી ઉભી રાખી બસની રાહ‌ જોતા હોય,

    ત્યારે આરોપી દિલીપ ભરવાડ તેના એક્ટીવામાં ત્યાં આવી દાદાગીરી સાથે ‘ તે મારી લચ્છીની લારી આડે કાર કેમ રાખી છે ? ‘ કહી ઉશ્કેરાઇ જઇ ફરિયાદી સાથે ઝઘડો કરી તેના સાથીદારો સાથે મળી ફરિયાદી પર હુમલો કરી બેફામ માર મારી ગાડીના કાચ ફોડી નાખ્યો હતો, જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!