Monday, May 18, 2026
More
    Homeમુખ્ય સમાચારમોરબીના બેલા ગામે યોજાયેલ ઠાકોર કપ ક્રિકેટ સિઝન-2માં વાંકાનેરની ન્યુ શિવલહેરી ટીમ...

    મોરબીના બેલા ગામે યોજાયેલ ઠાકોર કપ ક્રિકેટ સિઝન-2માં વાંકાનેરની ન્યુ શિવલહેરી ટીમ બની રનર્સઅપ…

    મોરબી જિલ્લાના બેલા ગામ ખાતે તાજેતરમાં રમતગમત પ્રેમીઓ માટે ઠાકોર કપ સિઝન-2 ક્રિકેટ ટુર્નામેન્ટનું તા. ૧૫ થી ૧૭ દરમ્યાન ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં કુલ 12 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં વાંકાનેરની ન્યુ શિવલહેરી ટીમે શાનદાર પ્રદર્શન કરી ફાયનલમાં રનર્સઅપ બની છે.‌‌..

    વાંકાનેરની ન્યુ શિવલહેરી ટીમના કેપ્ટન રોહિત અદગામ અને વાઇસ કેપ્ટન વિવેક પાટડિયાના શ્રેષ્ઠ આયોજન અને રણનીતિ હેઠળ ટીમે આખી ટુર્નામેન્ટમાં અદભુત રમત દાખવીને ફાઇનલ સુધીની સફર ખેડી હતી. સમગ્ર ટીમના ઉત્કૃષ્ટ અને એકજૂથ પ્રદર્શનના પરિણામે ટીમ રનર્સઅપ બનવામાં સફળ રહી હતી. ફાઈનલ મેચમાં ભલે ટીમને હારનો સામનો કરવો પડ્યો, પરંતુ મેદાનમાં ન્યુ શિવલહેરી ટીમના ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો. શાનદાર બેટિંગ પ્રદર્શન બદલ ભીમાભાઇ (ખાખરેચી) ને બેસ્ટ બેટ્સમેન તથા ઘાતક બોલિંગ સ્પેલ નાખવા બદલ મહેશ સોલંકી (વઘાસીયા) બેસ્ટ બોલરનો ખિતાબ જીતી લાવ્યા હતા…

    ” વિજેતા એ નથી હોતા જે ક્યારેય હાર્યા નથી, પણ એ હોય છે જે ક્યારેય હાર માનતા નથી.” આ ઉક્તિને વાંકાનેરની ન્યુ શિવલહેરી ટીમે સંપૂર્ણપણે સાર્થક કરી છે. રમતગમતની સાચી ભાવના અને ક્યારેય હાર ન માનવાના જુસ્સા સાથે રમીને ટીમે ભલે ટ્રોફી ન જીતી હોય, પરંતુ ઉપસ્થિત તમામ રમતપ્રેમીઓનાં દિલ ચોક્કસ જીતી લીધા હતા…

    ન્યુ શિવલહેરી ટીમના ઓનર વિવેક પાટડિયા‌(નવાપરા) તથા સભ્ય રોહિત અદગામ (નવાપરા-વાંકાનેર), કલ્પેશ પાટડિયા (નવાપરા-વાંકાનેર), મહેશ સોલંકી (વઘાસીયા), પ્રિન્સ ઠાકોર (હસનપર), પ્રકાશ ઠાકોર (સુરેન્દ્રનગર), સુનીલ ઝિંઝુવાડીયા ઉર્ફે ભીમભાઈ (વેજલપર), પ્રદીપ (ખાખરેચી), રાજુભાઈ (મિયાણી), વિશાલ (જોધપર), વિશાલ દારોદ્રા (નવાગામ), અલ્પેશ ઠાકોર (મકનસર), સુનિલ રાતૈયા (મકનસર) સહિતની ટીમ ગ્રાઉન્ડમાં ઉતરી હતી.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!