આજરોજ 5 મી સપ્ટેબરના રોજ જીલ્લા વહિવટી તંત્ર દ્વારા ધો.10 તથા 12 બોર્ડના પરિણામોમાં સમગ્ર મોરબી જીલ્લામાં TOP-3 વિદ્યાર્થીઓને સન્માન કરવાના વિશેષ કાર્યક્રમનું આયોજન રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતીયાના અઘ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ધો. 12 સામાન્ય પ્રવાહના, ધી મોડર્ન સ્કૂલના વિધાર્થીની ગઢવારા ઇરમ મુસ્તાકભાઈ એ 96.14% અને PR 99.96 મેળવી સમગ્ર મોરબી જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવતા નાયબ જીલ્લા વિકાસ અધિકારી હસ્તે સન્માન મેળવી વિદ્યાર્થીના પરિવાર, શાળા તેમજ સમગ્ર વાંકાનેર વિસ્તારનું ગૌરવ વધારેલ છે….

આ ઉપરાંત ધો. 12 સામાન્ય પ્રવાહના બોર્ડ પરિણામમાં સમગ્ર મોરબી જીલ્લાના TOP-3માં ધી મોડર્ન સ્કૂલની વિદ્યાર્થીની ભોરણીયા માસુરા રસુલભાઇએ પણ 95.43% અને PR 99.92 મેળવી સમગ્ર મોરબી જીલ્લામાં તૃતીય સ્થાન મેળવવા બદલ રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતીયાના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી…

ધો. 12 સામાન્ય પ્રવાહના બોર્ડ પરિણામમાં સમગ્ર મોરબી જીલ્લાના TOP-3 માં ધી મોડર્ન સ્કૂલની વિદ્યાર્થીની શેરસીયા ઉમૈરા નજરૂદીનભાઈ એ 95.43% અને PR 99.92 મેળવી સમગ્ર મોરબી જીલ્લામાં તૃતીય સ્થાન મેળવવા બદલ જીલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી. આ બન્ને વિદ્યાર્થીઓએ પણ સમગ્ર મોરબી જીલ્લામાં TOP-3 સ્થાન મેળવી વાંકાનેરનુ પ્રતિનીધીત્વ વધારી તેમના પરિવાર, શાળા તેમજ સમગ્ર વાંકાનેર વિસ્તારનું ગૌરવ વધારેલ છે….

આ ઉપરાંત સન્માન કાર્યક્રમમાં ધો.10 માં ધી મોડર્ન સ્કૂલની વિદ્યાર્થીની પરાસરા લીઝા એમ.એ 98.17% અને PR 99.98 મેળવી સમગ્ર મોરબી જીલ્લામાં દ્વિતિય સ્થાન મેળવવા બદલ જીલ્લા શિક્ષણાધીકારી મોતા સાહેબના હસ્તે સન્માન મેળવી તેમના પરિવાર, શાળા તેમજ સમગ્ર વાંકાનેર વિસ્તારનુ ગૌરવ વધારેલ છે…

આ ઉપરાંત આજના સન્માન કાર્યક્રમમાં માર્ચ 2026 બોર્ડ પરીક્ષામાં ધી મોડર્ન સ્કૂલને ધો.12 માં 100% પરીણામ મેળવવા બદલ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતીયાના હસ્તે પ્રમાણપત્ર અને શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા. આમ સમગ્ર રીતે જોઇએ તો છેલ્લા એક દસકાના બોર્ડ પરિણામમાં ધી મોડર્ન સ્કૂલ અગ્રેસર રહેલ છે. દર વર્ષની પરંપરા મુજબ વર્ષ ૨૦૨૬ના ધો. ૧૦/૧૨ ના પરિણામમા પણ સંસ્થા સમગ્ર મોરબી જીલ્લામા અગ્રેસર રહેલ છે.
ધો. 10/12 બોર્ડ પરિણામ હાઇલાઇટ….
~ માર્ચ-2026 ધો. 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રના
Top 10માં સૌથી વધુ 8-8 વિદ્યાર્થીઓ સાથે A-1 ગ્રેડ મેળવતા 27-
27 વિદ્યાર્થીઓ…
~ માર્ચ 2026 ધો.10 પરિણામમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સૌથી વધુ
09-09 વિદ્યાર્થીઓ સાથે 90% થી વધુ ગુણ મેળવતા 75-75 વિદ્યાર્થીઓ
~ Gujcet 2026 માં સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં 11-11
વિદ્યાર્થીઓ…
~ 2026 Neet માં 400 કરતા વધુ ગુણ મેળવી 18-18 વિદ્યાર્થીઓ MBBS (GQ) માં પ્રવેશપાત્ર થતા ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ….
~ માર્ચ-2026 ધો. 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રના
TOP-10 મા સૌથી વધુ સાત-સાત વિદ્યાર્થીઓ સાથે A-1 ગ્રેડ મેળવતા
30-30 વિદ્યાર્થીઓ…
~ માર્ચ 2025 ધો.10 પરિણામમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સૌથી વધુ
07-07 વિદ્યાર્થીઓ સાથે 90% થી વધુ ગુણ મેળવતા 50-50 વિદ્યાર્થીઓ…
~ Gujcet 2025 માં સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં 12-12
વિદ્યાર્થીઓ…
~ NEET 2025 મા સમગ્ર વાંકાનેર કેન્દ્રમા Top-10 મા સૌથી વધુ સ્થાન
મેળવતા 09-09 વિદ્યાર્થીઓ સાથે 23-23 વિદ્યાર્થીઓ MBBS (GQ) મા પ્રવેશપાત્ર થતા ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ….


