દર વર્ષની માફક આ વર્ષે પણ બે અલગ-અલગ શોભાયાત્રા નિકળી….
સમગ્ર ગુજરાતની સાથે વાંકાનેર શહેર અને પંથકમાં પવિત્ર જન્માષ્ટમીના પર્વની ભારે ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે વાંકાનેર શહેરમાં રાજકીય જુથવાદના પગલે બે અલગ-અલગ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં કૃષ્ણભક્તો ઉમટી પડ્યા હતા. વિવિધ હિન્દુ સંગઠનો, ગૌભક્ત મંડળો અને સ્થાનિક આગેવાનોના સહયોગથી યોજાયેલી આ બંને શોભાયાત્રામાં અનેકવિધ આકર્ષણો જોવા મળ્યા હતા….

શ્રીકૃષ્ણ જન્મોત્સવના રંગે રંગાયેલા વાંકાનેર વિસ્તારમાં ઉજવણી દરમ્યાન ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા, ગોવર્ધન પર્વત અને રાસલીલાના જીવંત દર્શન કરાવતા સુંદર ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ ના ગગનભેદી નારાઓ સાથે ઢોલ-નગારા અને ડીજેના તાલે યુવાનો અને ભક્તો મન મૂકીને ઝૂમ્યા હતા. આ સાથે જ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી શોભાયાત્રાનું ઠેર-ઠેર પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માર્ગમાં ઠંડા પાણી અને શરબત-પ્રસાદની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. શોભાયાત્રાના રૂટ પર વિવિધ ચોકમાં મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ગોવિંદાઓએ પિરામિડ બનાવીને ભારે ઉત્સાહથી માખણ ભરેલી મટકીઓ ફોડી હતી…


આ ધાર્મિક મહોત્સવમાં સ્થાનિક સંતો-મહંતો, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને જોડાઈ હતી. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાંકાનેર પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની મહાઆરતી, પંજરીનો પ્રસાદ અને પારણા ઝુલાવવાના કાર્યક્રમો સાથે વાંકાનેરમાં જન્માષ્ટમી પર્વની શાંતિપૂર્ણ અને દિવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




