Thursday, October 22, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર SOGનો સપાટો : ગેરકાયદે ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ,...

    વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર SOGનો સપાટો : ગેરકાયદે ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, 127 સિલિન્ડર સહિત ₹2.57 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત….

    વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડીને મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદે ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સરકારી નિયમો અને સુરક્ષા ધોરણોને નેવે મૂકી માનવ જિંદગી જોખમાય તે રીતે ધમધમતી બે અલગ-અલગ દુકાનોમાંથી પોલીસે કુલ 127 ગેસ સિલિન્ડર અને મશીનરી સહિત રૂ. 2,57,900 નો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી SOG ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે દરોડો પાડી વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર આવેલા સિરામિક ઝોનમાં સનહાર્ટ સિરામિક સામે આવેલ પ્રયાગ પ્લાઝા-૨માં આવેલી મહાદેવ કિરાણા ભંડાર નામની દુકાનમાં ગેરકાયદે બાટલામાંથી અન્ય સિલિન્ડરોમાં ગેસ ટ્રાન્સફર કરવામાં આવતો હોય તેમજ રોલસ્ટાર સિરામિક સામે ખોડિયાર-૨ ચેમ્બરમાં આવેલી ઉમી ગેસ એજન્સી દુકાનમાં પણ સુરક્ષાના કોઈ પણ સાધનો વિના ગેસ રીફિલિંગનો કાળો કારોબાર ચાલતો ઝડપાયો હતો….

    આ કામગીરીમાં પોલીસે બંને સ્થળેથી મળી કુલ 127 નંગ ભરેલા તથા ખાલી બાટલા, ઈલેક્ટ્રીક મોટર, હીટગન, પાના સહિત કુલ રૂ. 2,57,900 ના મુદ્દામાલ સાથે આરોપી અયાજભાઈ અબ્દુલકરીમભાઈ મેમણ અને અમીનભાઈ અબ્દુલકરીમભાઈ મેમણ (રહે. બંને ગુલશન પાર્ક, વાંકાનેર)ને ઝડપી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ ૧૧૦, ૨૮૭, ૨૮૮, ૩૧૬(૫), ૫૪ તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ ૩, ૪ અને ૭ મુજબ બે અલગ-અલગ ગુના નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!