
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નીલ ખરે દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની દફતર તપાસણી કરવામાં આવી હતી. આ દફતર તપાસણી દરમિયાન કલેક્ટર દ્વારા પોલીસ સ્ટેશનના અલગ અલગ રજીસ્ટર અને રેકોર્ડ બૂકની નોંધ અને વિગતો અંગે ચકાસણી કરી હતી….


આ પોલીસ સ્ટેશનની દફતર તપાસણી દરમિયાન પોલીસ સ્ટેશનમાં લોકઅપ રૂમ, ઇન્વેસ્ટિગેશન રૂમ, મુદામાલ રૂમ, સાંત્વના રૂમ, કમ્પ્યુટર રૂમ, ક્રાઈમ ઓફિસ અને વાયરલેસ રૂમની મુલાકાત કરી હતી. આ ઉપરાંત કલેક્ટર દ્વારા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સની મુલાકાત લઈ ત્યાનાં રહીશો સાથે સંવાદ કર્યો હતો અને સ્વચ્છતા અંગે સમીક્ષા કરી હતી…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t



