વાંકાનેર ડિવિઝનના ડિવાયએસપી એસ. એચ. સારડા તેમજ મોરબી જિલ્લાના બે પીઆઇ, એક પીએસઆઇ અને ચાર પોલીસ કર્મચારીઓને રાજ્યના પોલીસ વડાના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા છે…
ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે રાજ્ય પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ રહી છે. જેમાં નવ રેન્જ આઈજી, ચાર પોલીસ કમિશ્નર, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના એસપી, કોસ્ટલ રેન્જના આઈજી, સીઆઈડી ક્રાઇમના વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, સાયબર ક્રાઇમના ગુનામાં ધરખમ ઉછાળો, મહિલા સુરક્ષા, ગુનાખોરીનો ગ્રાફ, દરિયાઈ સુરક્ષા સહીતની બાબતે નોટ રીડિંગ યોજાઈ હતી…
આ દરમિયાન વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ. એચ. સારડા, એ ડિવિઝન પીઆઇ એચ. એ. જાડેજા, સાયબર ક્રાઈમ પીઆઈ આર. એસ. પટેલ, સાયબર ક્રાઈમ પીએસઆઈ વી. એન. પરમાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હંસાબેન દેવજીભાઇ પાપોદરા, હેડ ક્વાર્ટરના હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ સોમાભાઈ વાઘેલા, કોન્સ્ટેબલ કૌશિકભાઇ બાબુભાઇ મણવર, ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ ભાનુભાઇ પોલાભાઇ બાલાસરાનું પોલીસ વડા દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47