
વાંકાનેર તાલુકા પોલીસ મથકની સર્વેલન્સ ટીમને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મહીકા ગામ નજીક હાઇવે પરથી દેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી છે, જેમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ક્રેટા કારમાંથી ૯૫૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે ચંદ્રપુરના એક શખ્સને ઝડપી પાડી પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….


બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની ક્રેટા કારમાં દેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોય જેના આધારે પોલીસે મહીકા ગામ પાસે હાઇવે રોડ પર વોચ ગોઠવી હોય ત્યારે શંકાસ્પદ GJ-07-DA-8030 નંબરની ક્રેટા કાર પસાર થતાં પોલીસે તેને રોકવાનો ઈશારો કરતા કારચાલકે વાહન થોભાવવાને બદલે ભગાવી મૂકતાં પોલીસે તુરંત તેનો પીછો કરી મહીકા ગામના પુલ પાસે કારને કોર્ડન કરી અટકાવી લીધી હતી….

પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી ૯૫૦ લીટર દેશી દારૂ (કિંમત રૂ. ૧,૯૦,૦૦૦) મળી આવતાં પોલીસે કારચાલક રફિક ઉર્ફે રફલો હબિબભાઈ વિકીયાણી (ઉં.વ. ૩૭, રહે. ચંદ્રપુર, તા. વાંકાનેર)ની દેશી દારૂ, ક્રેટા કાર તેમજ એક મોબાઈલ સહીત કુલ રૂ. ૫,૯૫,૦૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….


વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆી બી. વી.પટેલ, એ.એસ.આઇ ક્રિપાલસિંહ ચાવડા, રામભાઇ મંઢ, સતીષભાઇ કમોયા, હેડ કો. દિનેશભાઇ બાવળીયા, ધર્મેન્દ્રભાઈ રાંકજા, કો. બ્રીજેશભાઇ બોરીચા, સાંમતભાઇ છુછીયા, રાજેશભાઈ પલાણી, અશ્વિનભાઈ રંગાણી સહીતની જોડાયા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t



