વાંકાનેર તાલુકાના માટેલ ગામ આવેલ સુપ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિર ખાતે દર્શન કરવા માટે આવેલ રાજકોટનો વતની યુવાન અકસ્માતે માટેલિયા ધરા તળાવમાં પડી જતાં તેમનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિરે દર્શન માટે આવેલ રાજેશભાઈ ભીમજીભાઈ પાનસુરીયા (ઉ.વ. ૪૦, રહે. ન્યુ સુભાષનગર સોસા., રાજકોટ) નામનો યુવાન માટેલીયા ધરામાં અકસ્માતે પડી જતાં પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47