દર વર્ષની માફક આ વર્ષે પણ ધોરણ 10ના પરિણામમાં સિંધાવદર કેન્દ્રમાં મદની સ્કુલનો દબદબો….
ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરિક્ષાના આજરોજ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દર વર્ષની માફક આ વર્ષે પણ સિંધાવદર કેન્દ્રમાં મદની હાઈસ્કૂલનો દબદબો યથાવત રહ્યો છે, જેમાં કેન્દ્ર Top-10માં સૌથી વધુ 6-6 વિદ્યાર્થીઓ માત્ર મદની સ્કુલના આવ્યા છે. આ સાથે જ ગણીત વિષયમાં 100 માંથી 100 ગુણ પણ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ મેળવ્યા છે. શાળાની સાત બેંચમાંથી ચોથી વખત મદની સ્કુલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ પાસ થતાં શાળાનું પરિણામ 100% આવ્યું છે….
ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિક્ષણની જ્યોતને ખરા અર્થમાં પ્રજ્વલિત રાખી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં પુરતું ધ્યાન આપી જીવન લક્ષી શિક્ષણ પુરી પાડતી મદની સ્કૂલની આ જ્વલંત સિદ્ધિ બદલ સિંધાવદર કેન્દ્રના જાગૃત વાલીઓ શાળા પરિવારને શુભેચ્છા પાઠવી રહ્યા છે…
આપનાં બાળકના સર્વાંગી વિકાસ તથા ઉચ્ચ શિક્ષણ માટે આજે જ મદની સ્કુલનો સંપર્ક કરો…