આજે જાહેર થયેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10 (S.S.C.)ના પરિણામમાં જ્ઞાનગંગા સ્કુલે છેલ્લા 9 વર્ષની માફક જ પોતાની સફળતાનો સીલસીલો જાળવી રાખી 10માં વર્ષે પણ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. એટલું જ નહિ, વાંકાનેર કેન્દ્રના TOP 10માં જ્ઞાનગંગા સ્કૂલના 6-6 તારલાઓ પોતાનું સ્થાન શોભાવ્યું છે. કુલ અધધ 46 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. છેલ્લા 10 વર્ષમાં લાગલગાટ 10 વખત પ્રથમ સ્થાન મેળવી જ્ઞાનગંગા સ્કૂલે ધો.10 (S.S C.)માં પોતાની સફળતાના એકચક્રી પ્રભુત્વને સાબિત કરી બતાવ્યું છે. આજે પ્રાયમરી સ્કૂલ હોય, સેકન્ડરી સ્કૂલ હોય, ધો.10 (S.S C.), હોય, ધો.11-12 સાયન્સ- કોમર્સ હોય, ગુજરાતી મીડિયમ હોય કે પછી English Medium હોય, અત્ર, તત્ર, સર્વત્ર…બધી જ જગ્યાએ જ્ઞાનગંગા સ્કૂલ…વાંકાનેરના વાલીઓની પ્રથમ પસંદગી બની છે.