સતત 10મી વખત વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમ સાથે જ્ઞાનગંગા સ્કૂલે રચ્યો અનોખો ઇતિહાસ….
આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધો.10ના પરિણામમાં વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થી જાડેજા સ્નેહરાજસિંહ સત્યપાલસિંહએ 99.89 PR અને 96.83 % સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમ મેળવેલ છે. આ સાથે વાંકાનેરના વાલીઓ માટે જાણવા લાયક રોચક ઇતિહાસ એ છે કે 2015ની સાલથી સતત 10મી વખત એટલે કે છેલ્લા 10 વર્ષથી ધો.10 (S.S.C.)ના પરિણામમાં વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમ મેળવી જ્ઞાનગંગા સ્કુલે સફળતાનું મેદાન સર કર્યું છે….
છેલ્લા 10 વર્ષથી S.S.C બોર્ડમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમે મેળવનાર વિદ્યાર્થીઓની યાદી…