Thursday, September 19, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના લક્ષ્મીપરા ચોક ખાતેથી એક બોટલ વિદેશી દારૂ સાથે યુવાન ઝડપાયો....

    વાંકાનેર શહેરના લક્ષ્મીપરા ચોક ખાતેથી એક બોટલ વિદેશી દારૂ સાથે યુવાન ઝડપાયો….

    વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા શહેરના લક્ષ્મીપરા ચોક ખાતેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક યુવાનને રોકી તલાસી લેતા તેની પાસેથી એક બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના લક્ષ્મીપરા ચોક ખાતેથી સીટી પોલીસ ટીમ દ્વારા શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપી વિપુલભાઈ વશરામભાઈ ચૌહાણ(ઉ.વ. ૩૪, રહે. કોઠારીયા મેઇન રોડ, રાજકોટ)ને રોકી તલાશી લેતા તેની પાસેથી વાઈટ લેસ વોડકા બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ (કિંમત રૂ. 375) મળી આવી હતી , જેથી પોલીસે આરોપી સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!