જનજીવન અસ્તવ્યસ્ત : મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા, રાહતકાર્ય શરૂ કરવા પડે તેવી સ્થિતિ….
વાંકાનેર પંથકમાં રવિવારે સવારે 11 વાગ્યાથી શરૂ થયેલ વરસાદ સમગ્ર પંથકમાં છેલ્લા 45 કલાકથી સતત વરસી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવવા અને નુકસાનીના સમાચારો સામે આવી રહ્યા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં વાંકાનેર પંથકમાં વધુ 12 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર પંથકમાં મેઘતાંડવ સર્જાયો છે. જેમાં છેલ્લી 45 કલાકમાં વાંકાનેર પંથકમાં 24 થી 30 ઇંચ જેટલો વરસાદ નોંધાવવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હાલ વાંકાનેર તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ જતા સંપર્ક વીહોણા બન્યા હોવાની માહિતી મળી રહી છે…
રવિવાર સવારથી શરૂ થયેલ વરસાદ વાંકાનેર વિસ્તારમાં સતત પડી રહ્યો છે, જેના કારણે જનજીવન ખોરંભે ચડી ગયું છે. આ સાથે જ વાંકાનેર વિસ્તારમાંથી પસાર થતા તમામ નદી-નાળા અને તળાવડાઓ ઓવરફ્લો થઈ જવાથી અને નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાવાથી મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા હોવાની માહિતી મળી રહી છે. હાલ ઘણી જગ્યાએની નાગરિકો દ્વારા તંત્ર પાસે મદદ માંગવા આવી રહી હોય અને રાહત કામગીરી શરૂ કરવી પડે તેવી સ્થિતિ સર્જાવા માંડી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS