Saturday, October 3, 2026
More
    Homeમુખ્ય સમાચારટંકારાલલિત કગથરાએ ચૂંટણી લડવાની અટકળો પર મૂક્યો પૂર્ણવિરામ : કહ્યું– ‘હું ચૂંટણી...

    લલિત કગથરાએ ચૂંટણી લડવાની અટકળો પર મૂક્યો પૂર્ણવિરામ : કહ્યું– ‘હું ચૂંટણી નહીં લડું, પક્ષના ઉમેદવાર માટે મત માંગીશ’

    મોરબી જિલ્લા કોંગ્રેસની બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણી અને ખેડૂત આંદોલન અંગે ગહન મનોમંથન…

    મોરબી ખાતે ગઈકાલે એક ખાનગી હોલમાં જિલ્લા કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સંગઠનાત્મક બાબતો અને આગામી રાજકીય રણનીતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા લલિત કગથરાએ પોતાની ઉમેદવારી અંગે ચાલી રહેલી તમામ રાજકીય અટકળો પર પૂર્ણવિરામ મૂકતું મોટું નિવેદન આપ્યું છે.

    આ બેઠકમાં કોંગ્રેસ નેતા લલિત વસોયા, લલિત કગથરા સહિત જિલ્લા અને શહેર કોંગ્રેસના ટોચના આગેવાનો, ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ તેમજ વિવિધ તાલુકા પ્રમુખો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને બૂથ સ્તરે મજબૂત કરવા અને પક્ષના આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા પર મંથન થયું હતું. આ ઉપરાંત, તાજેતરમાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણીના પરિણામો અને મોરબી જિલ્લામાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને પણ આગેવાનો વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ હતી.

    છેલ્લા કેટલાક સમયથી લલિત કગથરા મોરબીથી લઈને પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધીના વિવિધ પક્ષીય કાર્યક્રમોમાં ખાસ્સા સક્રિય જોવા મળી રહ્યા હતા. જેના કારણે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા જોર પકડી રહી હતી કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં ફરી ઉમેદવારી નોંધાવી શકે છે. જોકે, આ તમામ અટકળો વચ્ચે લલિત કગથરાએ ખુલાસો કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “હું ચૂંટણી લડવાનો નથી, પરંતુ પાર્ટી જે પણ ઉમેદવાર નક્કી કરશે તેના માટે મત માંગવા જરૂર જઈશ.” કગથરાના આ સ્પષ્ટ વલણ બાદ આગામી ચૂંટણીમાં તેમના ચૂંટણી લડવા અંગેની ચર્ચાઓ શમી ગઈ છે અને પક્ષીય સ્તરે નવા ચહેરાઓને તક મળવાના સંકેતો મળી રહ્યા છે…

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!