વાંકાનેર તાલુકાનાં કોઠી ગામે 20 વર્ષ પહેલાં વર્ષ 2004 માં એક મહિલાની છેડતી કરવા મુદ્દે થયેલ મારામારીના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હોય, જે કેસ મોરબીની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં નામદાર કોર્ટે દ્વારા આરોપીઓને 10 વર્ષની સજા અને 1.20 લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામ ખાતે રહેતા ફરિયાદી સતા લાખાભાઈ મુંધવાએ 20 વર્ષ પહેલા એક મહિલાની છેડતી કરતા સાત શખ્સોને રોકવાનો પ્રયાસ કરતા તમામ આરોપીઓએ ફરિયાદી પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હોય, જે બનાવમાં આરોપી ભગા રાઘવ સરૈયા, નાજા ગાંડુ સરૈયા, કરશન નવઘણ સરૈયા, રૈયા જગમાલ સરૈયા, ભગુ નવઘણ સરૈયા, મૈયા નાગજી સરૈયા, નાગજી દેવા સરૈયા સામે ફરિયાદ નોંધાઈ હોય,
જે કેસ મોરબીની એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં નામદાર કોર્ટ દ્વારા આ કેસમાં 23 સાક્ષી તેમજ 62 લેખિત પુરાવાઓ તપાસી તમામ આરોપીઓને દોષિત જાહેર કરી દસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ સાથે જ ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ-357(3) અનુસાર, ઈજા પામનાર હઠાભાઈ ખેંગારભાઈને રૂ. 2 લાખ અને આરોપીઓ પાસેથી દંડની રકમ રૂ.1.20 લાખ મળી કુલ રૂ .3.20 લાખ વળતર ચુકવવા કોર્ટે હુકમ કર્યો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc