
વાંકાનેર શહેરના સ્ટેશન રોડ પર મીલ કોલોની પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરઝડપે આવતી છકડો રિક્ષાના ચાલકે બાઈક પર પસાર થઈ રહેલા પરિવારને ટક્કર મારતા દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે બાદ અકસ્માત સર્જીને રીક્ષા ચાલક સ્થળ પરથી નાસી જતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા શિવાજી પાર્કમાં રહેતા બ્રિશપકુમાર રામજીભાઇ સોલંકી (ઉ.વ.૩૦) પત્ની અને બાળક સાથે તેમનું હોન્ડા શાઈન બાઇક નં. GJ-36-AS-8455 લઈને જઇ રહ્યા હોય, ત્યારે વાંકાનેર સ્ટેશન રોડ પર મીલ કોલોની વિસ્તારમાં અમરસિંહજી મીલની સામેના રોડ પર સામેથી આવતા એક અજાણ્યા છકડો રિક્ષા ચાલકે પોતાનું વાહન પૂરઝડપે,


ગફલતભરી રીતે અને બેફિકરાઈથી હંકારી બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ફરિયાદી બ્રિશપકુમાર તથા પત્નીને ઇજાઓ પહોંચી હતી, જ્યારે સદનસીબે બાળકનો બચાવ થયો હતો. અકસ્માત સર્જ્યા બાદ છકડો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. જેથી હાલ આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં અજાણ્યા છકડો ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



