Tuesday, April 14, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની અમરસર ફાટક પાસે રોડ પર વેગનઆર કારમાં લાગી ભીષણ આગ, ચાલકનો...

    વાંકાનેરની અમરસર ફાટક પાસે રોડ પર વેગનઆર કારમાં લાગી ભીષણ આગ, ચાલકનો આબાદ બચાવ….

    વાંકાનેર શહેર નજીક આવેલા અમરસર ફાટક પાસે આજરોજ વહેલી સવારે રોડ પર એકાએક એક વેગનઆર કારમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા કાર જોતજોતામાં અગનગોળો બની ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કારમાં સવાર બે લોકોએ સમયસૂચકતા દાખવી તાત્કાલિક નીચે ઉતરી જતાં બંનેનો આબાદ બચાવ થયો હોવાની વિગતો મળી રહી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના વતની અબ્બાસભાઈ માથકીયા આજરોજ સવારે વાંકાનેર શહેર નજીક અમરસર ફાટક પાસેથી પોતાની વેગનઆર કાર નં. GJ 03 DG 0435 લઇને પસાર થઇ રહ્યા હોય, ત્યારે ફાટકથી આગળ અમરસર રોડ પર અચાનક એકાએક કોઈ કારણોસર કારમાં આગ લાગી હતી, જેમાં આગ લાગતા જ કારના ચાલક તથા અન્ય એક સવારે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક કારમાંથી નીચે ઉતરી જતા બંનેનો આબાદ બચાવ થયો હતો…

    જોતજોતામાં જ કાર રોડ વચ્ચે સળગતી ઉઠી અગનગોળો બની હતી, જેના કારણે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. બાબતે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક વાંકાનેર નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!