વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર આવેલ નર્સરી ચોકડી પાસે વળાંકમાં બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સામસામે બે બાઇક ધડાકાભેર અથડાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક બાઈક ચાલક વૃદ્ધનું હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી આ મામલે અન્ય બાઇક ચાલક સામે મૃતક વૃદ્ધના પુત્રએ વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે રહેતા વૃદ્ધ સતાભાઈ પાંચાભાઈ મુંધવા (ઉ.વ. ૭૦) પોતાનું હિરો સ્પ્લેન્ડર બાઇક નં. GJ 3 AF 8199 લઈને વાંકાનેરથી તેમના ઘર તરફ જઈ રહ્યા હોય, ત્યારે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર નર્સરી ચોકડી પાસે વળાંકમાં સામેથી પુર ઝડપે આવતા હિરો સ્પ્લેન્ડર બાઇક નં. GJ 36 AH 0689 ના ચાલકે બેદરકારી દાખવી,
તેનું બાઇક ધડાકાભેર વૃદ્ધના બાઇક સાથે અથડાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક વૃદ્ધને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતકના પુત્ર હકાભાઈ સતાભાઈ મુંધવાએ બાઇક ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc