રસ્તામાં યુવાનની કાર રોકી ધોકા-પાઇપ વડે ચાર શખ્સો તુટી પડ્યા, પોલીસ ફરિયાદ નોંધાઈ….
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે રહેતા ફરિયાદી યુવાનના સગા નાના ભાઇએ થોડા સમય અગાઉ પ્રેમલગ્ન કર્યા હોય, જે બાબતનો ખાર રાખી દિકરી પક્ષના ચાર શખ્સોએ યુવાનની કારને રસ્તામાં રોકી ધોકા-પાઇપ વડે હુમલો કરી માર મારતાં બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના વતની અને હાલ રાજકોટ રહેતા ફરિયાદી કેતનભાઈ દિલિપભાઈ કોબીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). સંજયભાઈ પ્રેમજીભાઈ મકવાણા, ૨). જેરામભાઈ મનજીભાઈ મકવાણા, ૩). જયસુખભાઇ રાજુભાઇ મકવાણા અને ૪). અમિત રાજુભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના નાના ભાઈ રાહુલએ આરોપીની દિકરી સાથે પ્રેમલગ્ન કર્યા હોય,
જેનો ખાર રાખી ફરિયાદી તથા પત્ની કોઠારીયા ગામે લગ્નપ્રસંગમાં ગયેલ હોય, ત્યાંથી પરત ફરતા રસ્તા બાઈક તથા સીએનજી રીક્ષામાં આવેલ ચારેય આરોપીઓએ ફરિયાદીની કાર રોકાવી, ધોકા તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી બંને પતિ-પત્નીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૬(૨), ૫૦૪, ૧૧૪ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65