વર્તમાન વરસાદી વાતાવરણમાં ઇલેક્ટ્રિક ઉપકરણોના ઉપયોગ સમયે સાવચેતી ન રાખવાથી દુર્ઘટના સર્જાવાની શક્યતાઓ વધી જતી હોય છે, ત્યારે વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામ ખાતે પોતાના ઘરે બોરની ઇલેક્ટ્રિક સ્વીચ ચાલુ કરવા જતા યુવાનને અચાનક વિજ શોક લાગવાથી ફંગોળાઈ જઇ પડી જતાં માથામાં ઇજાઓ પહોંચવાથી મોત થયાનો બનાવ સામે આવ્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામે રહેતા મામદભાઈ અલારખાભાઈ સમા (ઉ.વ. ૪૦) નામનો યુવાન પોતાના ઘરે બોરની મોટરની ઇલેક્ટ્રીક સ્વીચ ચાલુ કરવા જતાં વિજ શોક લાગતા ફંગોળાઈ જઇ પડી જતાં યુવાનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1