વાંકાનેર શહેર ખાતે ખોરજીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ખોરજીયા પરિવાર દ્વારા વાંકાનેરના યુવા એડવોકેટ ફારૂકભાઈ ખોરજીયાની તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા નોટરી તરીકે તેમજ વાંકાનેર બાર એસોસિયેશનના સેક્રેટરી તરીકે બિનહરીફ વરણી પામવા બદલ ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ટ્રસ્ટના પ્રમુખ હુસેનભાઇ ખોરજીયા, ઉપપ્રમુખ અલાવદીભાઈ જલાલ ખોરજીયા, સેક્રેટરી નઝરૂદ્દીનભાઈ અમીભાઈ ખોરજીયા, ટ્રસ્ટી હુશેનભાઈ એસકે, રહીમભાઈ માસ્તર, રમીઝભાઈ કોહીનૂર, વલીમામદભાઈ નિવૃત્ત ના. મામલતદાર, અબ્દુલભાઈ ડોક્ટર, યુનુસભાઈ એડવોકેટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47