Friday, October 2, 2026
More
    Homeમુખ્ય સમાચારખાખી સાથે રમતમાં પણ મેડલની હેટ્રિક: વાંકાનેર સિટી પોલીસના ASI ક્રિષ્નાબેન ગરૈયાએ...

    ખાખી સાથે રમતમાં પણ મેડલની હેટ્રિક: વાંકાનેર સિટી પોલીસના ASI ક્રિષ્નાબેન ગરૈયાએ ડી.જી.પી. કપમાં ત્રણ મેડલ જીત્યા….

    મોરબી જિલ્લાના વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ક્રિષ્નાબેન એસ. ગરૈયાએ તાજેતરમાં યોજાયેલ ડી.જી.પી. કપ એથલેટિક્સ ટુર્નામેન્ટ – ૨૦૨૬માં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. પોતાની ખાખી વર્દીની ફરજ સાથે રમત-ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તેમણે એક સુવર્ણ અને બે રજત પદક એમ કુલ ત્રણ મેડલ જીતીને મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું છે…

    હિંમતનગરના સાબર સ્ટેડિયમના સિન્થેટિક ગ્રાઉન્ડ પર યોજાયેલી આ સ્પર્ધામાં ક્રિષ્નાબેને મેદાન પર પોતાની ‘૦૦૧’ ની એક આગવી ઓળખ છોડી હતી. રમતગમતના આ મહાકુંભમાં તેમણે ૨૦૦ મીટરની દોડમાં અદભુત પ્રદર્શન કરી સુવર્ણ પદક તેમજ ૧૦૦ મીટર દોડ અને બોર્ડર રેન્જની રિલે ટીમ તરફથી ૪×૧૦૦ મીટર રિલે દોડમાં પણ રજત પદક પ્રાપ્ત કરી મેડલની હેટ્રિક લગાવી હતી. સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા (S.P.) ડો. પાર્થરાજસિંહ ગોહિલના હસ્તે ક્રિષ્નાબેનને આ પદકો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!