Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : કેરાળા ગામના બોર્ડ પાસેથી 80 નંગ વિદેશી દારૂના ચપલા સાથે...

    વાંકાનેર : કેરાળા ગામના બોર્ડ પાસેથી 80 નંગ વિદેશી દારૂના ચપલા સાથે એક્સેસ બાઇક ચાલક ઝડપાયો….

    વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેર નજીક કેરાળા ગામના બોર્ડ પાસેથી પસાર થતા એક એક્સેસ બાઇક ચાલકને રોકી તલાશી લેતા તેની પાસેથી 80 નંગ વિદેશી દારૂના ચપલા મળી આવ્યા હતા, જેથી પોલીસે બાઇક ચાલક યુવાનને અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે કેરાળા ગામના બોર્ડ પાસેથી પસાર થતા એક એક્સેસ મોટર સાયકલ નં. GJ 36 AM 7499 ને રોકી તલાશી લેતા બાઇક ચાલક આરોપી અમિત ઉર્ફે હમીદ હનીફભાઈ બ્લોચ (ઉ.વ. 27, રહે. ચંદ્રપુર) પાસેથી વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના 80 નંગ ચપલા (કિંમત રૂ.8000) મળી આવ્યા હતા, જેથી પોલીસે આ બનાવમાં બાઇક ચાલકની વિદેશી દારૂ, બાઇક તથા મોબાઇલ સહિત કુલ રૂ. 43,000 નાં મુદામાલ સાથે અટકાયત કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!