રોજબરોજ બનતા ચોરીના બનાવો છતાં પોલીસ એકપણની ફરિયાદ નથી લીધી, અંદાજ મુજબ વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાં દરરોજના ચારથી પાંચ ચોરીના બનાવો બની રહ્યા છે….
વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાં દિનપ્રતિદિન ચોરીના બનાવો બની રહ્યા છે, ત્યારે ગત તા. 25 ની રાત્રીના શહેર નજીક આવેલા મોનાલી ચેમ્બરમાં અલગ અલગ ચાર દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી અંદાજે રૂ. 60,000 ની કિંમતના મુદામાલની ચોરી કરવામાં આવી હોય, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોય, જેથી વેપારીએ પોતે આ બનાવની વાંકાનેર સીટી પોલીસને સીસીટીવી કેમેરાના ફૂટેજ સાથે લેખિત ફરિયાદ અરજી આપેલ હોવા છતાં બાબતે પોલીસે હજુસુધી બનાવમાં કોઇ ફરિયાદ નોંધી નથી…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે મોનાલી ચેમ્બરમાં દુકાન ધરાવતા વેપારી કડીવાર ઈરફાનભાઇ અમીભાઇએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગત તા. 27/6 ના રોજ ચોરીની લેખિત ફરિયાદ આપેલ હોય જેમાં તેમણે જણાવ્યું છે કે, ચંદ્રપુરના સર્વિસ રોડ ઉપર આવેલ મોનાલી ચેમ્બરમાં તેમની ત્રણ દુકાન આવેલ હોય ત્યાં ગત તા. 25/6 ના રોજ રાત્રિના ચારેક વાગ્યાના અરસામાં ચોરીની ઘટના બનેલ હોય, જેમાં ફરિયાદીની દુકાનમાંથી ત્રણ એમએમનો 300 મીટર અને 12 એમએમનો 400 મીટર કેબલ વાયર,
સમ્રાટ હોટલની બાજુમાં આવેલ આઈએમપી ટ્રેક્ટર નામની દુકાનમાં ઇલેક્ટ્રીક સાધન સામગ્રી તથા વાયર અને બાઇકમાંથી પેટ્રોલ તથા સરદાર ટ્રેક્ટર નામની દુકાનમાંથી 35 મીટર કેબલ વાયર, નેશનલ મોટર ગેરેજ દુકાનમાંથી 65 એમપીઆરની બેટરી તેમજ બોલ્ટ ખોલવાના મશીન અને 60 ફૂટ કેબલ વાયર સહિત અંદાજે કુલ રૂ. 60,000 ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. એક જ રાતમાં એક સાથે એક જ શોપિંગમાં ચાર દુકાનોમાંથી તસ્કરે કેબલ વાયર સહિતના મુદ્દામાલની ચોરી કરેલ હોય, જે અંગે વેપારીઓ દ્વારા વાંકાનેર સીટી પોલીસને લેખિત ફરિયાદ આપવામાં આવી હોય, તેમ છતાં પણ આજ સુધી વાંકાનેર સીટી પોલીસ દ્વારા બાબતે કોઈ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો નથી ! અને આરોપીઓને પકડવામાં આવ્યા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જો સીસીટીવી કેમેરામાં તસ્કરો દેખાતા હોય, વેપારીઓ લેખિત ફરિયાદ આપતા હોય અને સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ પોલીસને આપવામાં આવતા હોય તેમ છતાં પણ પોલીસ શા માટે વેપારીઓની ચોરીની ફરિયાદ લેતી નથી ? વધુમાં લોકોના કહેવા મુજબ વાંકાનેરમાં વાહન ચોરી સહિતના નાની મોટી ચોરીના બનાવમાં ક્રાઇમ રેટ નીચો બતાવવા માટે પોલીસ કોઇ ફરિયાદ લેતી જ નથી અને માત્ર અરજીઓ જ લેવામાં આવે છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc