વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર કેરાળા ગામના બોર્ડ પાસે હોટલ દ્વારકાધીશ સામેથી પસાર થતા એક ડબલ સવારી બાઇક આડે ભેંસ ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલા યુવાનને પણ ઇજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર કેરાળા ગામના બોર્ડ પાસે હોટલ દ્વારકાધીશ સામેથી પસાર થતા એક ડબલ સવારી બાઇક નં. GJ 03 CN 0580 આડે ભેંસ ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ધડાકાભેર ભેંસ સાથે અથડાતા અકસ્માતમાં બાઇક ચાલક પુનાભાઈ મંગાભાઈ વોરા (ઉ.વ. ૬૮, રહે. રાતીદેવરી) ને ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું…
આ અકસ્માતના બનાવમાં બાઇક પાછળ બેઠેલા કમલાકાંતભાઈ દુર્ગાપ્રસાદભાઈ ચૌધરી (ઉ.વ. ૨૯, રહે. હાલ આરાધના ગેસ્ટ હાઉસ, વાંકાનેર, મુળ રહે. યુપી) ને પણ ઇજાઓ પહોંચી હતી, જેથી હાલ આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બાઇક ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47