વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના જીનપરા જકાતનાકા નજીકથી પસાર થતી એક સીએનજી રીક્ષાને રોકી તલાશી લેતા રીક્ષા ચાલક પાસેથી એક બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે આ બનાવમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા રીક્ષા ચાલક વચેટીયા તથા વિદેશી દારૂ વેચનાર એમ બેની અટકાયત કરી વિદેશી દારૂ દારૂ મંગાવનાર એક સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના જીનપરા જકાતનાકા પાસે સીએનજી રીક્ષા ચાલક સુરેશભાઈ દાનાભાઈ સોરીયાને ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની એક બોટલ (કિંમત રૂ. ૪૦૦) તથા સીએનજી રીક્ષા સહિત કુલ રૂ. 50,400 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ વિદેશી દારૂની બોટલ વેચનાર વિપુલભાઈ કાળુભાઈ ગમારાની પણ અટકાયત કરી તથા દારૂની બોટલ ખરીદનાર આશિષભાઈ વીસાણી સહિત ત્રણેય શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp