વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન વરડુસર ચોકડી નજીક ગોળ કુંડાળું વળી જુગાર રમતા શખ્સો પર પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને રંગેહાથ તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 4000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન વરડુસર ચોકડી પાસે ગોળ કુંડાળું વળી જુગાર રમતા શખ્સો પર પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). રણછોડભાઈ મયાભાઈ ડાભી, ૨). જગદીશભાઈ ધરમશીભાઈ વીંઝવાડીયા, ૩). હઠાભાઈ ઝાલાભાઈ લામકા, ૪). પ્રેમજીભાઈ ઉર્ફે પેમાભાઈ અમરશીભાઈ ઝરવરીયા અને ૫). ગોપાલભાઈ રૂડાભાઈ લાંબરીયાને તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 4,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp