વાંકાનેર શહેર નજીક લાલપર ગામના બોર્ડ પાસેથી પસાર થતા એક બાઇક ચાલકને ટેન્કર ચાલકે ઓવર ટેક કરવા જતાં સાઈડમાંથી હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક આધેડને ઇજાઓ પહોંચતા તેમણે ટેન્કર ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી મચ્છારામ ખાખીરામ ગોંડલીયા (ઉ.વ. ૫૦, રહે. ગારીયા) નામના આધેડ ગત તા. ૨૦ ના રોજ સાંજે પોતાના સ્પ્લેન્ડર બાઇક પર વાંકાનેરથી પોતાના ગામ ગારીયા તરફ જઇ રહ્યા હોય, ત્યારે લાલપર ગામના બોર્ડ સામે તેમના બાઇકને ઓવર ટેક કરવા જતાં ટેન્કર નં. GJ 12 BW 4117 ના ચાલકે સાઈડમાંથી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ફરિયાદીના હાથ પર ટેન્કરના પાછળનું વ્હીલ ફરી જતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા કોણીથી ઉપરનો જમણો હાથ કાપવો પડ્યો હતો, જેથી આ બનાવમાં ફરિયાદીએ હોસ્પિટલ ખાતેથી સારવાર લીધા બાદ ટેન્કર ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp