અલ્ટો કાર ચાલકે પ્લેઝર બાઇકને હડફેટે લેતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, યુવાન પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ….
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર નવાપરામાં વાસુકી દાદા મંદિર સામે મિલપ્લોટ તરફ જવાના રસ્તે યુ ટર્ન લેતા એક પિતા-પુત્ર ના પ્લેઝર બાઇકને અહીંથી પસાર થતાં અલ્ટો કાર ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 17 વર્ષીય યુવાન પુત્રને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી આ હિટ એન્ડ રનની ઘટનામાં ઇજાગ્રસ્ત પિતાએ અકસ્માત સર્જી નાસી જનાર કાર ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી અનવરભાઈ હુસેનભાઇ બુખારી (ઉ.વ. ૫૦, રહે. વીશીપરા, સરકારી ગોડાઉન રોડ, વાંકાનેર)એ અલ્ટો કાર નં. GJ 13 NN 6014 ના ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદ અને તેમનો 17 વર્ષીય પુત્ર એહમદરઝા બુખારી પોતાનું કામ પતાવી ગત તા. ૧૭ ની રાત્રીના દસેક વાગ્યે તેમનું પ્લેઝર બાઇક લઇને પોતાના ઘર તરફ જઈ રહ્યા હોય, ત્યારે વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર નવાપરામાં વાસુકી દાદા મંદિર સામે મિલપ્લોટ તરફ જવાના રસ્તે યુ ટર્ન લેતા મોરબી તરફથી પુર ઝડપે આવતી અલ્ટો કારના ચાલકે તેમના બાઇકને હડફેટે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જે બાદ કાર ચાલક સ્થળ પરથી તેની કાર લઇને નાસી ગયો હતો.
આ અકસ્માતમાં બાઇક ચાલક યુવાનને માથા તથા ફરિયાદીને શરીરે ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન ફરિયાદીના પુત્ર એહમદરઝાનું મોત થયું હતું. જેથી આ હિટ એન્ડ રનના બનાવમાં વાંકાનેર સીટી પોલીસે અલ્ટો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65