Sunday, June 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ઢુવા નજીક હિટ એન્ડ રન : ડમ્પરની ટક્કરે પગપાળા જતાં મહિલાનું...

    વાંકાનેરના ઢુવા નજીક હિટ એન્ડ રન : ડમ્પરની ટક્કરે પગપાળા જતાં મહિલાનું મોત….

    વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક ગઈકાલે બપોરના સમયે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે પગપાળા જતા મહિલાને હડફેટે લેતા તેમનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ પર મુકી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો….

    બનાવ અંગે મળતી માહિતી મુજબ, ગઈકાલે બપોરે રીટાબેન સુરેશભાઈ રંગપરા નામના મહિલા વાંકાનેરના ઢુવા નજીકથી પગપાળા ચાલીને જઈ રહ્યા હોય દરમિયાન જીજે – 36 – ટી – 9404 નંબરના ડમ્પરના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી રીટાબેનને જોરદાર ટક્કર મારતાં તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

    આ અકસ્માતના બનાવ અંગે મૃતક મહિલાના પતિ સુરેશભાઈ વાલજીભાઈ રંગપરા (રહે. નવા ઢુવા) એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતકના પતિની ફરિયાદના આધારે અકસ્માત સર્જીને પોતાનું વાહન સ્થળ પર મુકી નાસી ગયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!