
વાંકાનેર તાલુકાના કાશીપર ગામે ખેતીની જમીન બતાવવા બાબતે થયેલી તકરારમાં કૌટુંબિક સગા સહિત ચાર શખ્સોએ પિતા અને પુત્ર પર કુહાડી તેમજ લાકડી વડે હુમલો કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પોતાની જમીન વેચવી ન હોવાથી જમીન બતાવવાની ના પાડતા આ હિંસક હુમલો કરાયો હતો. આ અંગે ભોગ બનનાર યુવકે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ચાર શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે…
બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના કાશીપર ગામે રહેતા ફરિયાદી શૈલેષભાઇ ધીરુભાઈ ધોરીયા નામના યુવકના મોટા બાપુની જમીન વેચવાની હોવાથી ગત તા. ૨૬ ના રોજ કૌટુંબિક સગા રામજી વાઘાભાઈ ધોરીયા ત્યાં જમીન બતાવવા આવ્યા હતા. જમીન બતાવતી વખતે રામજીભાઈ બાજુમાં આવેલી ફરિયાદી શૈલેષભાઈની જમીન પણ ગ્રાહકોને બતાવવા લાગ્યા હતા. જો કે, શૈલેષભાઈને પોતાની જમીન વેચવાની ન હોવાથી તેમણે જમીન બતાવવાની સાફ ના પાડી દીધી હતી.

આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ તે જ રાત્રે ફરિયાદી શૈલેષભાઈને ગામની નિશાળ પાસે બોલાવી “તું વાડીએ બહુ હવા કરતો હતો” તેમ કહીને ઝઘડો શરૂ કરી ફરિયાદી પર કુહાડી તથા લાકડી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન બૂમાબૂમ થતાં શૈલેષભાઈના પિતા ધીરુભાઈ વચ્ચે છોડાવવા પડ્યા હતા, પરંતુ ઉશ્કેરાયેલા હુમલાખોરોએ તેમને પણ માર માર્યો હતો…

આ હુમલાના બનાવ અંગે શૈલેષભાઇ ધીરુભાઈ ધોરીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). રામજી વાઘાભાઈ ધોરીયા, ૨). ડાયાભાઇ વાઘાભાઈ, ૩). ગોપાલ મસાભાઈ અને ૪). મુકેશ વાઘાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0


