વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં ખેતરેથી ટ્રેક્ટર લઇ ઘરે પરત ફરતા એક ખેડૂતને ચાલું ટ્રેક્ટરમાં એટેક આવતા અકસ્માતે નીચે પડી જતા તેમના શરીર પર ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળતા ખેડૂતનું કરુણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામ ખાતે રહેતા પોપટભાઈ વાલજીભાઈ સાપરા (ઉ.વ. ૫૧) નામના ખેડૂત ગામની સીમમાં આવેલ પોતાના ખેતરેથી ટ્રેક્ટર લઇ ઘરે પરત ફરતા હોય દરમ્યાન ચાલું ટ્રેક્ટરમાં જ તેમને એટેક આવતાં ખેડૂત અકસ્માતે નીચે પડી જતા તેમના શરીર પર ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળતાં માથામાં તથા શરીરે છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ખેડૂતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરે છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47