Wednesday, July 9, 2025
More
    Homeમુખ્ય સમાચારગુજરાતની બે વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર : કડી અને વિસાવદરમાં 19 જૂને...

    ગુજરાતની બે વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર : કડી અને વિસાવદરમાં 19 જૂને મતદાન યોજાશે, 23 જૂને મતગણતરી….

    ગુજરાતની બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે ચુંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ બંને બેઠક માટે આગામી તા. 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. 26 મેથી ચૂંટણીફોર્મ ભરવાની શરૂઆત થશે. ચૂંટણી પંચ દ્વારા સમયસૂચકતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવા તમામ તૈયારી કરવામાં આવી રહી છે…

    ગુજરાતની વાત કરીએ તો, કડીમાં ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીનું અવસાન થતાં કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી, જેમાં આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ સિવાય વિસાવદર બેઠકમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યે ભુપત ભાયાણીએ રાજીનામું આપી ભાજપમાં સામેલ થતાં વિસાવદર બેઠક ખાલી થઈ હતી, જે બંને બેઠકો માટે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે…

    પેટા ચૂંટણીમાં આપ સાથે કોંગ્રેસ ગઠબંધન નહી કરે…

    વિસાવદરની ખાલી પડેલી ધારાસભ્યની પેટા ચૂંટણીમાં આપ સાથે કોંગ્રેસ ગઠબંધન નહી કરે, આપ પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર તરીકે નામની જાહેરાત કરી છે, આગામી સમયમાં બે બેઠકો પર યોજાશે પેટાચૂંટણી, બંને બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા રાખશે, જેમાં વિસાવદર અને કડી બેઠક પર યોજાશે પેટાચૂંટણી અને કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે…

    વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી વિજયી થયા હતા. હાઇકોર્ટમાં વિસાવદર બેઠક પરથી હારેલા ઉમેદવારોએ જીતેલા ઉમેદવારની જીતને પડકારી હતી. જેની ઇલેક્શન પિટિશન પેન્ડિંગ હોવાથી વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાતી નથી. ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં હર્ષદ રિબડીયા દ્વારા પિટીશન કરવામાં આવી હતી.

    ભૂપત ભાયાણીના ઉમેદવારી પત્રો સંબંધિત મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં નહી આવી હોવાનું લાગી રહ્યુ છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયાને 7,063 મતોથી હરાવીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી ધારાસભ્ય બન્યા હતા. ત્યારે હવે હર્ષદ રિબડીયાએ પોતાની પિટીશન પરત ખેંચતા ચુંટણી જાહેર કરવામાં આવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!