મોમીન સમાજના ધર્મગુરૂના હસ્તે પેટ્રોલ પંપ ખુલ્લો મુકાયો, વાંકાનેર-મિતાણા મેઇન રોડ પર વાહન ચાલકોની સુવિધામાં વધારો….
વાંકાનેર તાલુકાના મિતાણા રોડ પર આજરોજ ગ્લોબલ પેટ્રોલિયમના નવા સોપાનનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં મોમીન સમાજના ધર્મગુરૂ અલ્હાજ પીર સૈયદ વિઝારતહુશેન બાવા સાહેબ તથા અલ્હાજ પીર સૈયદ અલીનવાઝ બાવા તેમજ અલ્હાજ પીર સૈયદ શાઇર એહમદ બાવા સાહેબ તથા પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા હસ્તે પેટ્રોલ પંપને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તકે વાંકાનેર યાર્ડના પુર્વ ચેરમેન ઇરફાન પીરઝાદા તથા શકીલ પીરઝાદા સહિત વાંકાનેર વિસ્તારના સામાજિક તથા રાજકીય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા…

વાંકાનેર તાલુકાના મિતાણા રોડ પર પાંચદ્વારકા ગામના બોર્ડ પાસે નિર્માણ પામેલ ગ્લોબલ પેટ્રોલિયમ આજથી ૨૪ × ૭ કલાક શુદ્ધતાની ખાત્રી સાથે પેટ્રોલ તથા ડીઝલના વેચાણ સાથે વાહનચાલકોની સેવામાં કાર્યરત થઇ ચૂક્યો છે, જેની સેવાનો લાભ લેવા તમામ વાહનચાલકોને ગ્લોબલ પેટ્રોલિયમ આમંત્રણ આપવામાં આવે છે…..