વાંકાનેર તાલુકાના ગાંગિયાવદર ગામની પ્રાથમિક શાળામાં વર્ષ 2007થી ફરજ બજાવતા શિક્ષક વસંતભાઈ ચૌહાણની જિલ્લા ફેર બદલી તેમના વતન ખેડા જિલ્લામાં થતા આજરોજ ગાંગીયાવદર ગામના નાગરિકોએ 17 વર્ષથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે ફરજ બજાવનાર શિક્ષકનો ધામધૂમપૂર્વક વિદાય સમારોહ યોજ્યો હતો…
આ વિદાય સમારોહમાં ગ્રામજનોએ શિક્ષકનો ઘોડા ઉપર વાજતેગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં શાળાના બાળકો, શિક્ષકો, ગામના સરપંચ, ઉપ સરપંચ સહિત સામાજિક આગેવાનો, ગામના લોકો તથા મહિલાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતાં. આ વિદાય સમારોહમાં વિદાય લેતા શિક્ષક ધ્રુસકે ધ્રુસકે રડતા ગામના લોકોની પણ આંખો ભીની થઇ ગઈ હતી…
શિક્ષક વસંતભાઈ ચૌહાણ 17 વર્ષથી એક જ ગામમાં નોકરી કરી તેમને દરેક જ્ઞાતિના લોકોના હ્રદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેથી ગામમાં રહેતા દરેક જ્ઞાતિના લોકોની આ વસમી વિદાયથી આંખો ભીની થઈ ગઈ હતી. અને પોતાના શીક્ષકને વિદાય આપી હતી, તેઓ વતનમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરે અને ખૂબ માન સન્માન મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી….